PM મોદીની ઇઝરાયેલ યાત્રાના બીજા દિવસે બંને દેશો વચ્ચે 7 મહત્વના કરાર થયા

- કૃષિ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, સ્પેસ અને વોટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોનો સમાવેશ

- PM મોદીએ ઇઝરાયેલના વડાપ્રધાનને પરિવાર સહિત ભારત આવવાનું આમંત્રણ પાઠવ્યું

તેલ અવીવ, તા. 5 જુલાઇ 2017, બુધવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઐતિહાસિક ઇઝરાયેલ યાત્રાના બીજા દિવસે બંને દેશો વચ્ચે ઘણાં મહત્વની સમજૂતિઓ થઇ. ભારત અને ઇઝરાયેલ વચ્ચે કૃષિ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, સ્પેસ અને વોટર મેનેજમેન્ટ જેવા મહત્વના ક્ષેત્રોમાં કુલ 7 સમજૂતિઓ થઇ.

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ અને PM મોદીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા બંને દેશો વચ્ચેની ગાઢ મિત્રતાનો ફરી એક વખત ઉલ્લેખ કર્યો. PM મોદીએ પોતાના સંબોધનમાં નેતાન્યાહૂ અને તેમના પરિવારને ભારત આવવાનું આમંત્રણ પાઠવ્યું જેને ઇઝરાયેલી વડાપ્રધાને તુરંત સ્વીકારી લીધું. બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય સંબંધો ઉપરાંત વૈશ્વિક સમસ્યાઓ ઉપર પણ સાથે મળીને કામ કરવાની વાત થઇ.

ભારત અને ઇઝરાયેલ વચ્ચે 7 સમજૂતિઓ થઇઃ
1. 40 મિલિયન ડોલરના ભારત-ઇઝરાયેલ ઇન્ડસ્ટ્રીયલ R&D એન્ડ ટેક્નોલોજિકલ ઇન્વેન્શન ફંડ માટે MOU
2. ભારતમાં જળસંરક્ષણ માટે MOU
3. ભારતના રાજ્યોમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે MOU
4. ભારત-ઇઝરાયેલ ડેવલપમેન્ટ કોર્પોરેશન- કૃષિ માટે 3 વર્ષીય કાર્યક્રમની જાહેરાત
5. ઇસરો અને ઇઝરાયેલ વચ્ચે એટમિક ક્લોક માટે સહયોગની યોજના
6. GEO-LEO ઓપ્ટિકલ લિન્ક માટે MOU
7. નાના સેટેલાઇટ્સની વીજળી માટે MOU
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt