આજે દેશના મહત્વપૂર્ણ 'ભારત છોડો' ('ક્વીટ ઇન્ડિયા') આંદોલનને ૭૫ વર્ષ (પ્લેટિનમ જ્યુબિલી)

આજે દેશના મહત્વપૂર્ણ 'ભારત છોડો' ('ક્વીટ ઇન્ડિયા') આંદોલનને ૭૫ વર્ષ (પ્લેટિનમ જ્યુબિલી)
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯🎯જી.પી.એસ.સી. અવારનવાર આ મુદ્દા ઉપર પ્રશ્નો પૂછયા છે. અને આવનારા પરીક્ષા મા પણ આ મુદ્દા ઉપર પ્રશ્નો પૂછાય શકે છે. સ્વતંત્રતા સંગ્રામનો આ મહત્વનો ભાગ છે.. જે કારણે પણ આ ટોપિક સમજવો જરૂરી છે...🙏🙏🙏

👉મિત્રો મે જે વાંચેલું છે પુસ્તકોમાંથી, સમાચાર પત્રો માંથી અને મારા અનુભવીઓ ફેકલ્ટી મેમ્બર દ્વારા સાંભળેલા છે તે આપ બઘા સમક્ષ રજુ કરું છું....

👉👁‍🗨નિરક્ષરતા, જાતિ ભેદભાવ, આતંકવાદ વગેરે દેશના દૂષણોને ‘ભારત છોડો’ કહીને દેશમાં સ્વરાજથી સુ-રાજ સ્થાપવાની જરૂર છે,
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉સમિતિમાં કરેલા ભાષણમાં મહાત્મા ગાંધીએ જણાવ્યુ હતું કે ''આ એક મંત્ર છે - એક નાનો શો મંત્ર, જે હું આપને આપું છું. આપ એને પોતાના હૃદયમાં અંકિત કરી લો અને પ્રત્યેક શ્વાસે એ ધ્વનિત થવો જોઇએ. આ મંત્ર છે 'કરો યા મરો'. કાં તો આપણે ભારતને આઝાદ કરીશું અથવા એ માટેના પ્રયત્નમાં મરી જઇશું. આપણે આપણી ગુલામ દશાને હંમેશા જોયા કરવા માટે જીવતા નહિ રહીએ.''
''ભારત છોડો'' ચળવળ માટેની ઓગસ્ટ ક્રાંતિ એક ઐતિહાસિક ઘટના હતી, જેની ભારતીય રાષ્ટ્રીયતા પર મહત્તમ અસર થઇ.🙏🙏

👉અંગ્રેજોની 200 વર્ષની ગુલામીનો અંત 15 ઓગષ્ટ 1947 ના રોજ આવ્યો હતો પરંતુ આ અંત આવતા સુધીમાં અનેક મહાન વ્યક્તિઓએ પોતાના જીવની આહુતિ આપી છે ત્યારે આઝાદીની ચળવળના મહાન સૈનિક એવા ગાંધી બાપુએ 8 ઓગષ્ટ 1942 માં મુંબઈ ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિમાં ભારત છોડો આંદોલનનું આહવાહન કર્યું હતું ખરેખર તે જ સમયે બીજા વિશ્વ યુદ્ધમાં બ્રિટિશ સરકારનો પણ ખરાબ હાલત થઈ હતી.

👁‍🗨નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા પણ આઝાદ હિન્દ ફૌજને દિલ્હી ચલોનો નારો આપવામાં આવ્યો હતો તો આમ 8 ઓગષ્ટ 1942 ના દિવસે ભારત છોડો આંદોલનની શરૂઆત કરાઇ હતી જેમાં ભારતની લાખોની સંખ્યામાં આમ જનતા જોડાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ભણતર છોડી આઝાદી મેળવવાનો માર્ગ પસંદ કર્યો હતો અને દેશની આઝાદીના આ ખંતીલા લડવૈયાઓની મહેનત દેશભક્તિ અંતે રંગ લાવી હતી 15 ઓગષ્ટ 1947 ના દિવસે જ્યારે ભારતે અંગ્રેજોની ગુલામીમાથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી તો આ રીતે ભારતના ઇતિહાસમાં 8 ઓગષ્ટનું આઝાદીની ચળવળમાં ખાસ મહત્વ રહેલું છે..

👉અખિલ ભારતીય સમિતિએ તા.૮ ઓગસ્ટ, ૧૯૪૨ના દિવસે મુંબઇ ખાતે ઐતિહાસિક 'ભારત છોડો' ઠરાવ પસાર કરી ગોરા શાસકોને દેશ છોડીને જતા રહેવાનું અલ્ટિમેટમ આપ્યુ હતું.

👉કોંગ્રેસ સમિતિએ ઉપરોક્ત ઠરાવ પસાર કર્યો ત્યારે આખી દુનિયા દ્વિતીય વિશ્વયુધ્ધ (૧૯૩૯-'૪૫)ના ગંભીર દોરમાંથી પસાર થઇ રહી હતી. બ્રહ્મદેશ (આજનું મ્યાનમાર)ના તત્કાલીન પાટનગર રંગૂનનું પતન થઇ ચૂક્યું હતું. અને જાપાની લશ્કર, ભારત પર હુમલો કરવા, દેશની સરહદે ઊભું હતું. ગાંધીજી, પંડિત જવાહરલાલ નહેરૃ તથા અન્ય નેતાઓને લાગ્યું કે ભારત માટે સ્વતંત્રતા હવે વધુ જરૃરી બની ગઇ છે.

🔰કોંગ્રેસ સમિતિએ ઉપરોક્ત ઠરાવ પસાર કર્યો ત્યારે આખી દુનિયા દ્વિતીય વિશ્વયુધ્ધ (૧૯૩૯-'૪૫)ના ગંભીર દોરમાંથી પસાર થઇ રહી હતી. બ્રહ્મદેશ (આજનું મ્યાનમાર)ના તત્કાલીન પાટનગર રંગૂનનું પતન થઇ ચૂક્યું હતું. અને જાપાની લશ્કર, ભારત પર હુમલો કરવા, દેશની સરહદે ઊભું હતું. ગાંધીજી, પંડિત જવાહરલાલ નહેરૃ તથા અન્ય નેતાઓને લાગ્યું કે ભારત માટે સ્વતંત્રતા હવે વધુ જરૃરી બની ગઇ છે.

🇮🇳'ભારત છોડો' આંદોલને દેશવાસીઓને ફક્ત વીરતા અને બલિદાનના મહાન કાર્યોની પ્રેરણા આપી એટલું જ નહિ, પરંતુ પરાધીન રાષ્ટ્રો માટે અહિંસાત્મક અને ગૌરવપૂર્ણ ઉપાયો દ્વારા સ્વતંત્રતા મેળવવાની તદ્દન નવી દિશાઓ ખોલી આપી.

👉આ મહાન ચળવળને ઓગસ્ટ, ૧૯૬૭ માં ૨૫ વર્ષ પૂરાં થયા ત્યારે દેશના તાર - ટપાલ વિભાગે એની યાદમાં ૧૫ પૈસાની ટપાલટિકિટ પ્રસિધ્ધ કરી હતી. આ ટિકિટ પર પટણાના સચિવાલય ભવનની બહાર બનાવાયેલું સાત વિદ્યાર્થીઓના શહીદ સ્મારકનું ચિત્ર અંકિત કરાયું છે. આ સાત વિદ્યાર્થીઓ 'ભારત છોડો' આંદોલનમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા જતાં શહીદ થયા હતાં.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt