ઈતિહાસમાં ૧૯ ઓગસ્ટનો દિવસ

Yuvirajsinh Jadeja:
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
ઈતિહાસમાં ૧૯ ઓગસ્ટનો દિવસ
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎤🎤🎤અમૃત ઘાયલ📚📋📚

' કાજળ ભર્યા નયનના કામણ મને ગમે છે ' સહિત અનેક અમર ગુજરાતી ગઝલોના સર્જક અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ એટલે કે 'અમૃત ઘાયલ 'નો જન્મ વર્ષ ૧૯૧૫માં આજના દિવસે રાજકોટના સરધારમાં થયો હતો .

💻📲💻સત્યા નાદેલા💻🖥💻

વિશ્વની સૌથી મોટી ટેક્નોલોજી કંપની માઇક્રોસોફ્ટ કોર્પોરેશનના CEO અને મૂળ ભારતીય સત્યાનો જન્મ ૧૯૬૭માં આજના દિવસે હૈદરાબાદમાં થયો હતો . તેમણે પહેલી નોકરી સન માઇક્રોસિસ્ટમ્સમાં કરી હતી .

🔋📡પહેલો કમ્યુનિકેશન સેટેલાઇટ📡

પ્રથમ કમ્યુનિકેશન સેટેલાઇટ Syncom 3 વર્ષ ૧૯૬૪માં આજના દિવસે અમેરિકાએ અંતરિક્ષમાં મૂક્યો હતો . પૃથ્વીથી ૩૬, ૦૦૦ કિલોમીટર દૂર આ ભ્રમણ કક્ષામાં તમામ કમ્યુનિકેશન સેટેલાઇટ તરતા મૂકાય છે .

🙅‍♂🕵હિટલર સર્વસત્તાધિશ થયો🕵🙅‍♂

જર્મનીમાં ચાન્સેલર અને પ્રમુખના હોદ્દા અલગ હતા , પરંતુ 1934માં 19 ઓગસ્ટે જર્મન સંસદ પાસે હિટલરે આ બંને હોદ્દા પોતાને સોંપવાનો સુધારો મંજૂર કરાવ્યો હતો , જેના પરિણામે હિટલર જર્મનીનો સર્વસત્તાધિશ થયો હતો .

🔰♻️વિશ્વ માનવતા દિવસ🔰♻️

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા, દર વર્ષે, ઓગણીસમી ઓગસ્ટનો દિવસ વિશ્વ માનવતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાની શરૂઆત થઇ ત્યારથી જગતમાં માનવતાવાદી વિચારસરણીનો વ્યાપ વધતો રહ્યો છે અને વિવિધ દેશો ખાતે માનવતાવાદી વલણને અધિકૃત રીતે માન્યતા મળવાનું પણ શરૂ થયું છે.

👤👥1600 : અકબરે અહમદનગર પર કબ્જો મેળવ્યો.
👤👥1766 : છત્રપતિ શિવાજી ફળોની ટોપલીમાં છુપાઈને ઔરંગઝેબની નજરકેદમાંથી ભાગી છુટ્યા.
👤👥1757 : ઈષ્ટ ઇન્ડિયા કંપનીનો ૧ ₹ નો પ્રથમ સિક્કો કોલકાતાની ટંકશાળમાં બનાવાયો.
👤👥1887 : સ્વતંત્રસેનાની એસ. સત્યમુર્તિનો જન્મ થયો.
👤👥1903 : ગંગાધર દેવરામનો જન્મ થયો.

👤👥1916 : પુર્વ રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માનો જન્મ થયો.

👤👥1976 : નાગાર્જુન સાગર યુનિવર્સિટીની આંધ્રપ્રદેશમાં સ્થાપના થઈ.

👤👥1992 : કે. આર. નારાયણ નવમાં ઉપરાષ્ટ્રપતિ બન્યાં.

👤👥2016 : રિયો ઓલમ્પિક માં પુસરલા વેંકટા સિંધુ (પીવી સિંધુ)એ બેડમીન્ટનમાં સિલ્વર મેડલ મેળવ્યો.
👁‍🗨🔰અફઘાનિસ્તાનનો સ્વાતંય દિન🔰

બ્રિટિશ સામ્રાજ્યએ અફઘાનિસ્તાન પર સંપૂર્ણ કબજો ન હતો મેળવ્યો , પરંતુ તેની વિદેશ નીતિ બ્રિટન નક્કી કરતુ હતું . 19 ઓગસ્ટ 1919 માં એંગ્લો- અફઘાન સંધિ દ્વારા અફઘાનિસ્તાને સંપૂર્ણ સ્વતંત્રતા મેળવી હતી .
👁‍🗨👉અફઘાનિસ્તાન મધ્ય એશિયાનો દેશ છે. તેની પશ્ચીમે ઇરાન , પૂર્વે અને દક્ષીણે પાકિસ્તાન, ઉત્તરે તૂર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને
તાજીકિસ્તાન તથા ઉત્તરપૂર્વ ભાગમાં ચીન દેશ આવેલ છે. અફઘાનિસ્તાન દુનિયાના અવિકસીત અને આર્થીક રીતે પછાત દેશોમાંનો એક દેશ છે.
👁‍🗨👉અફઘાનિસ્તાન પ્રાચીન કાળમાં ભારતીય સંસ્કૃતીનો ભાગ હતું. ત્યાર પછી ઉત્તરથી આવેલ મુસલમાનો ત્યાં વસ્યા હતાં. બીજા વિશ્વયુદ્ધ પછી તે એક મુસ્લીમ રાષ્ટ્ર બન્યું જેમાં કુદરતી સંપત્તિનો લગભગ સંપૂર્ણ પણે અભાવ હતો. ઠંડા યદ્ધ દરમ્યાન સોવિયેત સંઘ એ અફઘાનિસ્તાનને પોતાનામાં સમાવી લેવાના ઘણા પ્રયત્નો કર્યા હતાં, જે અફઘાનિસ્તાન એ અમેરીકા તથા અરબીદેશોની વિવિધ પ્રકારની મદદથી, કપરી અને લોહીયાળ લડત વડે ખાળ્યા હતા. આ કાળ બાદ અફઘાનિસ્તાનમાં એક ખૂબજ રૂઢીચુસ્ત અને કેટલેક અંશે ક્રૂર અને આપખુદ તાલિબાન સરકારની સ્થાપના થઇ હતી. ૧૧ સપ્ટેમ્બરના પરિણામે સંયુક્ત રાજ્ય એ અફઘાનિસ્તાન પર હુમલો કરી તાલિબાન સરકાર હટાવી નવા રાજ્યતંત્રની સ્થાપના કરી

💠રશિયા- ચીનની પ્રથમ લશ્કરી કવાયત

શીત યુદ્ધની સમાપ્તિ બાદ અમેરિકાએ વિશ્વની એક માત્ર મહાસત્તાનું સ્થાન મેળવ્યું છે . 2005ની 19 ઓગસ્ટથી ચીન અને રશિયાએ ભૂમધ્ય સમુદ્રમાં લશ્કરી ક્વાયત હાથ ધરીને અમેરિકાને આડકતરો પડકાર ફેંક્યો હતો .

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
💠💠💠💠અમૃત ઘાયલ💠💠💠💠
👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💠ગુજરાતના સુપ્રસિદ્ધ ગઝલકાર અમૃતલાલ ઘાયલનો જન્મ તા.૧૯/૮/૧૯૧૬ના રોજ જુનાગઢ જીલ્લાના સરધાર ગામમાં થયો હતો.પિતાનું નામ લાલજીભાઈ અને માતાનું નામ સંતોકબેન હતું. પ્રાથમિક શિક્ષણ સરધારમાં લીધો હતો. ત્યારપછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ઈ.સ. ૧૯૪૯માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી. આ દરમ્યાન કિશોરવયમાં સૌરાષ્ટ્રના રત્નસમા ઝવેરચંદ મેઘાણી અને કલાપી સાહિત્યે તેમને આકર્ષ્યા હતા. આ કારણે લોકસાહિત્ય માટેનો લગાવ પ્રબળ હતો તે વળી ઉર્દૂ શીખવવાનો લહાવો તેમને મળ્યો.જે તેમના ગઝલના સર્જનમાં ખૂબ જ ઉપયોગીનીવડ્યો છે. કોશોર્વ્ય વટાવતાં તેમના અંતરમાં ગઝલ માટેની ભૂમિકા રચાવા માંડી હતી. 👁‍🗨👉તેઓ ક્રિકેટ અને હોકીના પણ સારા ખેલાડી હતા. ઈ.સ. ૧૯૩૨માં લગ્ન કર્યું પણ એ દાંપત્યજીવન ટક્યું નહિ ને તેમની પત્ની અવસાન પામી. તેમણે બીજા લગ્ન ભાનુમતી સાથે કર્યા.
તેમણે ઈ.સ. ૧૯૩૯ના ગઝલલેખનની શરૂઆત કરી હતી. ઈ.સ.અ ૧૯૫૪માં તેમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘ શૂળ અને શમણાં’ પ્રગટ કર્યો, ત્યારપછી ‘ રંગ’, ‘રૂપ’, ઝાંય’, ‘ અગ્નિ’ અને ‘ ગઝલ નામે સુખ’ પ્રગટ કર્યા હતા. તો ‘ આથો જામ ખુમારી’ તેમની સમગ્ર સ્ક્વીતા પ્રકાશિત થઇ છે. ગઝલના તળપદી ગુજરાતી ભાષા સાથે સબંધ કરાવી આપવાનું શ્રેય એમને આપીં શકી. સૌરાષ્ટ્રની બોલીનું ખમીર, મીઠો કટાક્ષ અને તોછડાઈ વગરનું ગરવાપણું અમૃત ઘાયલે ગઝલોમાં વિશિષ્ઠ રીતે ઉપયોગમાં લીધા છે. તળપદા શબ્દોને કારણે ગુજરાતી ગઝલ ઉર્દૂ- ફારસીની પકડમાંથી મુક્ત થતી લાગે છે.દેશભરમાં અનેક મુશાયરાઓમાં ભાગ લીધો હતો. તેમની હાજરી માત્ર મુશાયરાનું આકર્ષણ બની રહેતી અને મહેફિલમાં રોનક આવી જતી. અમૃત ઘાયલને ગઝલ રસિકોએ અને ગઝલકારોએ ગુજરાતના ‘ ગાલીબ’ તરીકે ઓળખાવ્યા છે. પણ એમને પોતે ગુજરાતની પ્રજા તેમણે ‘ શહીદે ગઝલ’ તરીકે ઓળખે તેવી અભિલાષા સેવી હતી.
🏆ઈ.સ. ૧૯૯૩માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને
🏆ઈ.સ. ૨૦૦૨માં ‘ નરસિંહ મહેતા એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમનું અવસાન ૨૫ ડીસેમ્બર ૨૦૦૨ના રોજ થયું હતું.

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt