ઈતિહાસમાં ૨૦ ઓગસ્ટનો દિવસ

Yuvirajsinh Jadeja:
🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰
🎯ઈતિહાસમાં ૨૦ ઓગસ્ટનો દિવસ
🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

📚📘📗ચંદ્રકાન્ત બક્ષી📚📖📔

સાહિત્ય પ્રેમીઓના 'બક્ષીબાબુ ' નો જન્મ આજના દિવસે વર્ષ ૧૯૩૨માં પાલનપુર ખાતે થયો હતો . ઈતિહાસ, સંસ્કૃતિ, રાજકારણ, ટ્રાવેલોગ જેવા વિષયો પર ૧૭૮ પુસ્તકો ઉપરાંત તેમણે અનેક કોલમો લખી છે .

💻🖥એન . આર . નારાયણમૂર્તિ💻🖥

'ઇન્ફોસિસ 'ના જનક નારાયણમૂર્તિનો જન્મ વર્ષ ૧૯૪૬માં આજના દિવસે થયો હતો . IIM અમદાવાદમાં પહેલી નોકરી કર્યા બાદ છ સોફ્ટવેર ડેવલપર્સે મળીને દસ હજાર રૂપિયાથી ઇન્ફોસિસની સ્થાપના કરી હતી .

🐝🐝🐝વિશ્વ મચ્છર દિવસ🐝🐝🐝

ભારતમાં જન્મેલા બ્રિટિશ ડોક્ટર રોનાલ્ડ રોસના જન્મ દિવસને વર્લ્ડ મોસ્કિટો ડે તરીકે યાદ રખાય છે . મેલેરિયા માદા મચ્છરો દ્વારા ફેલાય છે તેવું શોધવા માટે ડો . રોસને વર્ષ ૧૯૦૨માં નોબેલ પારિતોષિક અપાયુ હતું .

⚔🗡ઇરાન - ઇરાક યુદ્ધનો અંત🗡💈

બે દેશો વચ્ચે સરહદ પરના સૌથી લાંબા યુદ્ધોમાં ગણાતા ઇરાન - ઇરાક યુદ્ધનો વર્ષ 1988ની 20 ઓગસ્ટે અંત આવ્યો હતો . 22 સપ્ટે . 1980 એ શરૂ થયેલું યુદ્ધ સાત વર્ષ , 10 મહિના , 4 અઠવાડિયા અને એક દિવસ સુધી ચાલ્યું હતું .

🌍મંગળ પર પહોંચેલું પહેલું યાન🌍

વર્ષ 1975 ની 20 ઓગસ્ટે નાસાએ વાઇકિંગ - 1 યાન મંગળ તરફ છોડ્યું હતું . 10 મહિના પછી મંગળની ધરતી પર ઉતરનારા વિશ્વના આ પહેલા યાને 2307 દિવસ સુધી મંગળ પર રહીને નાસાને માહિતી મોકલી હતી .

🕹સોવિયેતમાં સત્તાપલટાનો પ્રયાસ🕹

કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ સોવિયેત યુનિયનના કેટલાક સભ્યોએ વર્ષ 1991ની 20 ઓગસ્ટે તત્કાલિન સોવિયેત રશિયામાં સત્તા પલટાનો પ્રયાસ કર્યો હતો . આ પ્રયાસના ત્રણ મહિના બાદ જ સોવિયેતનું પતન થયું હતું .

🔰🎯1828 :- રાજા રામ મોહન રાય દ્રારા બ્રહ્મોસમાજની કલકત્તામાં સ્થાપના કરવામાં આવી.

🎯1885 :- રાષ્ટ્રીય મહાસભા (કૉંગ્રેસ) ની પ્રથમ બેઠક મળી.
🎯1909 :- સ્વતંત્રસેનાની ઊર્મિલા દેવીનો શ્રીનગરમાં જન્મ થયો.
🎯1917 :- સ્વતંત્રસેનાની રાજા કુલકર્ણીનો મહારાષ્ટ્રમાં જન્મ થયો.
🎯1944 :- ભારતરત્ન અને ભારતના પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મ થયો.
🎯1969 :- વરાહગીરી વેંકટ ગીરી (વી. વી. ગીરી) ભારતના રાષ્ટ્રપતિ બન્યાં. અને જી. એસ. પાઠક ઉપરાષ્ટ્રપતિ.
🎯1974 : ફકરુદિન અલી મહંમદ ભારતના રાષ્ટ્રપતિ બન્યાં. અને બી. ડી. જત્તી ઉપરાષ્ટ્રપતિ.
🎯1986 :- વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 20 મુદ્દાનો કાર્યક્રમ જાહેર કાર્યો.
🎯1995 :- ઇન્દિરા મહિલા વિકાસ યોજના (IMVY) અમલમાં મુકવામાં આવી.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
🐾🐾⭕️👁‍🗨ચંદ્રકાન્ત બક્ષી⭕️♦️⭕️
👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨
ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે મહત્વની કામગીરી કરનાર ચંદ્રકાન્ત કેશવલાલ બક્ષીનો જન્મ તા. ૨૦/૮/૧૯૩૨ના રોજ ઉત્તર ગુજરાતના પાલનપુરમાં થયો હતો. તેમને મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. પાસ કરી ઈ.સ. ૧૯૫૬માં એલ.એલ.બીનો અભ્યાસ પૂર્ણ કર્યો. ઈ.સ. ૧૯૬૩માં ઇતિહાસ અને રાજકારણ વિષય સાથે કલકતા યુનિવર્સિટીમાંથી એમ.એ પાસ થયા. ઈ.સ. ૧૯૭૦થી દસ વર્ષ સુધી કોલેજમાં અને મુંબઈ યુનિવર્સિટીમાં ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના વિષયોમાં અધ્યાપક તરીકે કામગીરી કરી હતી. ત્યારપછી આચાર્યપદે તેમ જ્ યુનિવર્સિટીની સેનેટના સભ્ય પણ રહ્યા. તેઓ ૧૪ વર્ષની વયે જ અંગ્રેજીમાં ‘ બાલકન-જી-બારી’ના મુખપત્રમાં પ્રકાશિત થયો. ૧૮ વર્ષની વયે તેમણે વાર્તાલેખનની શરૂઆત કરી હતી. તેમણે ‘ પડઘા ડૂબી ગયા’, ‘ રોમાં’, એકલતાના કિનારા’, આકાર’, એક અને એક’ પેરેલિસીસ’ , જાતકકથા’ ‘ હનીમૂન’, વંશ’, મારૂ નામ તારું નામ’ જેવી લગભગ ૨૬થી વધારે નવલકથાઓ આપી છે. તો ‘ પ્યાર’, એક સાંજની મુલાકાત’, મીરાં’, ‘ મશાલ’ અને ‘ક્રમશ’ જેવા વાર્તાસંગ્રહો આપ્યા છે. આ ઉપરાંત આઠ પ્રવાસ પુસ્તકો, જ્ઞાનવિજ્ઞાન શ્રેણી, જીવનચિંતન વિષયક પુસ્તકો પ્રગટ કર્યા છે. તેમની ‘ બક્ષીનામા ભાગ- ૧ થી ૩ ‘ એમની વિશિષ્ઠ શૈલીમાં લખાયેલ આત્મકથા છે. મુખ્યત્વે ક્થાસાહીત્યક્ષેત્રે વિપુલ લેખનું યોગદાન આપનાર આ સર્જકની ભાષા ચોટદાર અને વેધક હોવાથી વર્તમાનપત્રો અને સામયિકોમાં તેમની કોલમ નિયમિત વાચકો માટેનું આકર્ષક કેન્દ્ર બની રહી હતી. ચંદ્રકાન્ત બક્ષી તે સમયના સૌથી વધુ વંચાતા લેખક હતા. તેમના કોલમની વાચકો આતુરતાપૂર્વક રાહ જોતા હતા. ‘ બક્ષીબાબુ’ હુલામણા નામથી પત્રકારત્વમાં જાણીતા આ સર્જકે યુરોપ, ફ્રાંસ, અમેરીકા, રશિયા જેવા અનેક દેશોનો પ્રવાસ કર્યો છે. તેમનું અવસાન ૨૫ માર્ચ ૨૦૦૬ના રોજ થયું હતું.

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt